AhmedabadGujarat

હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે

ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડે ભારે જોર પકડ્યું છે. રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. તેની સાથે રાજ્યમાં સીઝનનો ૮૦ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો વરસાદ સીઝનની સરેરાશ કરતા પણ વધુ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત રહેલો છે. આ બંને ક્ષેત્ર સિવાય ઉત્તર ગુજરાત માટે હજુ બે દિવસ ભારે રહેવાના છે. ગુજરાતમાં સિઝનનો 78 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 124 ટકા અને જૂનાગઢમાં 143 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જયારે આજે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, સોમવારના રોજ ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ દ્વારકા અને રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર અને વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળશે. આ સાથે જ આજે ગુજરાતના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જૂનાગઢ, અમરેલી અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.