GujaratAhmedabad

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં જાણો હજુ કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ?

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હાલ વરસાદી માહોલ બન્યો છે. એવામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 237 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. એવામાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ રહેવાનો છે. જેમાં મોન્સૂન ટ્રફ અને ઓફશોર ટ્રફ સક્રિય થવાના લીધે વરસાદ વરસવાનો છે. હવામાન વિભાગ દ્વારા તેની સાથે 28, 29 અને 30 ઓગસ્ટના માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના માથે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાયેલ હોવાના લીધે વરસાદી માહોલ બન્યો છે. ઓફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થવાના લીધે હજુ પણ વરસાદ રહેવાનો છે. આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનો છે. તેની સાથે 28, 29 અને 30 ઓગસ્ટના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

તેની સાથે કચ્છમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને કચ્છ કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને સર્તક રહેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. તેની સાથે પાણી જોવા, પ્રવાસન સ્થળો ન જવા અપીલ કરવામાં આવી છે. નદી, નાળા સહિતના વિસ્તારમાં ન જવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તમને જાણવી દઈએ કે, રાજ્યના 238 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો હતો. જેમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ પોણા 12 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં સાડા દસ ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં નવ ઈંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુરમાં પોણા નવ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 8 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સિવાય રાજ્યના 20 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.