GujaratAhmedabad

હવામાન વિભાગની મોટી આગાહી, આ તારીખ સુધી રાજ્યમાં વરસશે ભારે વરસાદ…

રાજ્યમાં આજથી ફરી વરસાદી માહોલ બનવાનો છે. હવામાન વિભાગ દ્વારા વધુ એક રાઉન્ડ ની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ફરી વરસાદ રહેવાનો છે. આજે રાજ્યના અનેક જિલ્લાોમાં ભારે વરસાદ ની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ્રેશન સક્રિય થવાના લીધે ગુજરાતમાં વરસાદ આવવાનો છે.

આ બાબતમાં હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કચ્છ પાસેથી પસાર થયેલા આશના વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર પહોંચી નથી. ગઈકાલથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ 1 સપ્ટેમ્બરથી એટલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થવાનો છે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ નોધાવાનો છે. આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાના લીધે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. ગઈ કાલના સર્જાયેલા ચક્રવાતની ખુબ ઓછા બનતા હોય છે. આજ દિવસ સુધી આવી સિસ્ટમ માત્ર ત્રણ વખત બનેલ છે. આ અગાઉ 1944 ઝારખંડ નજીક, 1976 ઓડિસા નજીક અને 1986 દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ સક્રિય થઈ હતી.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા આઠ દિવસમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા આઠ જિલ્લામાં આઠ દિવસમાં જ સીઝનનો 50 ટકા વરસાદ નોંધાયો છે. દ્વારકામાં આઠ દિવસમાં સિઝનનો 97 ટકા વરસાદ વરસ્યો છે. 24 થી 27 ઓગસ્ટ દરમિયાન સિઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં 76.57 ટકા સરેરાશ વરસાદ રહ્યો હતો. 31 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 111.18 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 20 જિલ્લામાં સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે. .

દેશમાં ઓગસ્ટ મહિનામાં પ્રથમ વરસાદ તમામ રેકોર્ડ તોડવામાં આવ્યા છે. છેલ્લા 23 વર્ષમાં આ વખતે ઓગસ્ટ માં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. વર્ષ 2001 બાદ ઓગસ્ટ મહિનામાં 2024 માં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં દેશમાં સામાન્ય કરતા 16 ટકા વરસાદ વરસ્યો છે. સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનામાં દર વખત કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતની સાથે રાજધાની દિલ્હીમાં વરસાદ દ્વારા 15 વર્ષનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે. વરસાદના લીધે હિમાચલ અને આસામમાં ભારે નુકસાન પહોંચ્યું છે.