ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ જોવા મળવાની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે દક્ષિણ માં ભારે વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા ના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે આજે ગાજવીજ સાથે હળવા વરસાદની પણ આગાહી કરી છે. આ સિવાય બે દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપી દેવાઈ છે.
હવામાન વિભાગ મુજબ, 20 જૂન ના રોજ વડોદરા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે ૨૧ જૂનના રોજ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, જુનાગઢ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં આગાહી કરવામાં આવી છે.