રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો. તેમ છતાં હવે વરસાદે વિરામ લીધો છે. ગુજરાત ની વરસાદની આગાહી રેડ પરથી ઓરેન્જ એલર્ટ પર આવી ગઈ છે. આજથી ચાર દિવસ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમ છતાં આજે ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.
હવામાન વિભાગ મુજબ, બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે કાલે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરમ દિવસના બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. તેની સાથે ગુજરાતના અનેક વિસ્તારમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
તેની સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયાએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રીતે રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત્મક ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ રહેવાનો છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.