SaurashtraGujaratRajkot

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, હજુ આટલા દિવસ રાજયમાં બન્યો રહેશે વરસાદી માહોલ

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. એવામાં સૌરાષ્ટ્રમાં મૂસળધાર વરસાદ જોવા મળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેના લીધે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં છેલ્લા બે કલાકમાં પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેના લીધે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયો છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરને લઈને ચેતવણી આપવામાં આવી છે.

તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જામનગરમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ વરસ્યો છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનાં વિસ્તારમાંમાં એક સિસ્ટમ સક્રીય બની રહી છે તેના લીધે ભારે વરસાદ વરસશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 થી 12 તારીખ સુધી વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળશે.

આ સિવાય રાજકોટ, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને ખેડામાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.