GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાને લઈને કરી ભયંકર આગાહી….

ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે. આ ફેરફાર લોકોના જનજીવન પર મોટી અસર પાડશે. કેમકે ગરમી છે, ઠંડી છે કે વરસાદ છે તેવુ લોકો સમજી શકશે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે સમગ્ર ગુજરાતનું વાતાવરણ બદલાઈ જશે. કેમકે અંબાલાલ પટેલ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી મહિનાના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા રહેલી છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને લીધે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન રહ્યું નથી. તેના લીધે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડીનો અનુભવ થશે. કેટલાક વિસ્તારોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા રહેલી છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા રહેલી છે. આ સમયે ખેડૂતો દ્વારા પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.

તેની સાથે આ દિવસોમાં કરા સાથે વરસાદ પણ વરસી શકે છે. ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને રાજ્યમાં ફરી બેવડી ઋતુ અનુભવ થવાનો છે. તેની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વરસાદની શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળવાની છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા સાવધાન રહેવાનું કહ્યું છે. કારણ કે, પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં 7 મી પછી ગાત્રો થીજવતી ઠંડી પડવાની છે. આ વર્ષે શિયાળો હૂંફાળો રહ્યો છે. પરંતું હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થઈ રહ્યું છે. તેના લીધે 7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર દેખાશે. આ દિવસોમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. તેમાં પણ ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે હાથ થીજવતી ઠંડીનો અહેસાદ થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, 10 થી 15 ફેબ્રુઆરીમાં ફરી વાદળવાયું વાતવરણ રહેવાની શ્ત્ક્યતા રહેલી છે. આ સિવાય 7 મી ફેબ્રુઆરીથી ઠંડીની શરુઆત થવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. તેમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ રહેલી છે.