AhmedabadGujarat

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી ભયાનક આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસશે વરસાદ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સતત ગરમીની પારો વધ્યો હતો. એવામાં આજે રાજ્યમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તેના લીધે લોકોને ગરમીથી રાહત મળી ગયો છે. એવામાં આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રોહિણી નક્ષત્રમાં 4 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસશે અને આ સમયગાળા દરમિયાન વીજળી અને વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા શુક્રવારથી 5 દિવસ સુધી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં વધુ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે.

આ કારણોસર બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની શક્યતા રહેલી છે. તેના સિવાય દમણ, નવસારી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 6 થી 9 જૂન સુધી 4 દિવસ ચક્રવાત અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા 8 થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેરળના દરિયા કિનારે 200 કિમીના ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતા રહેલી છે. બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ચક્રવાતના લીધે ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અક્ને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.