AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને અત્યાર સુધીની સૌથી મોટી કરી આગાહી

ગુજરાતમાં થોડા દિવસોના વરસાદના વિરામ બાદ ફરી વરસાદી માહોલ બન્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જુલાઈના અંત સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. પરંતુ ઓગસ્ટમાં પણ એક બાદ એક સીસ્ટમ સક્રિય બનવાની છે.

તેની સાથે ગુજરાતમાં અત્યાર સુધીનો 60 ટકા વરસાદ વરસી ચુક્યો છે. પરંતુ હવે વરસાદના ત્રીજા રાઉન્ડની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. કેમકે બંગાળના ઉપસાગરમાં વરસાદને લઈને સિસ્ટમ પણ સક્રિય બની છે. એવામાં 18 જુલાઈના ફરી વરસાદનું જોર વધવાનું છે. તેની સાથે હળવો મધ્યમ વરસાદ તો સમગ્ર ગુજરાતમાં પણ રહેવાનો છે. જ્યારે અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નામી ચેનલથી વાતચીત કરતા જણાવ્યું છે કે, આજથી હવે જુલાઈના અંત સુધીમા ગુજરાત સહિત દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેના લીધે દેશના અમુક વિસ્તારોમાં પુરની સ્થિતિ ઉભી થવાની શક્યતા રહેલી છે. 18 થી 20 માં ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્ય અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. જ્યારે 20 જુલાઈના આજુબાજુ બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રશેનના લીધે 23 થી 26 ના દેશ સહિત રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

આ સિવાય 29 જુલાઈના પણ એક સિસ્ટમ સક્રિય બનવાની છે તેના લીધે પણ રાજ્ય સહિત દેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસવાની શક્યતા રહેલી છે. જુલાઈ મહિનાના અંત સુધીમાં એક પછી એક સિસ્ટમ સ્ક્રીમ બનતા ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે.