AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી

રાજયમાં ફરી વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યા છે કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.

તેની સાથે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાનો છે. જયારે આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત રહેશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ જોવા મળશે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દીવ સહિત અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે.