GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

રાજ્યમાં હાલમાં વરસાદે વિરામ લીધેલો છે. પરંતુ હવે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આવતા અઠવાડિયામાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી છે. જ્યારે બનાસકાંઠાના દાંતા, અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. તેની સાથે જ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણના સમી અને હારીજ વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે.

તેની સાથે વધુમાં તેમને જણાવ્યું છે કે, 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. એવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેમના દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, બે વરસાદી સિસ્ટમને લઈને 22 થી 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમની સાથે અરબી સમુદ્ર સિસ્ટમ સક્રિય થતા 22 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન તથા ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

 

તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા આ અગાઉ હવામાનની આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેવાનો છે. જ્યારે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની વરસવાની શક્યતા રહેલી છે. તેના અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાનો છે.