ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક વરસાદી માહોલ બનતા ઠંડીનો માહોલ બન્યો છે. ગુજરાતના લગભગ 80 થી વધુ તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. એવામાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે. માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ તો ચાલ્યો ગયો છે, પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી રહેલી છે. ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ ટૂંક જ સમયમાં આવવાનો છે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચના પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે.
રાજ્યમાં ગઈકાલના વરસેલા કમોસમી વરસાદના લીધે ઠંડીનું જોર વધ્યું છે. તેની સાથે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાઈ રહી છે. તેમ છતાં આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળવાનો છે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થઈ જશે. તેની સાથે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ પણ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત રહેલી છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ વરસશે નહીં. પરંતું 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ જશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાવવા લાગશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો જોવા મળશે. તે સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ બનવાની શક્યતા રહેલી છે. એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલ છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીમાં વધારો થશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી જોવા મળવાની છે.
અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, ગુજરાત પર એકસાથે પવન ના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારે ના પવન, કમોસમી વરસાદ ત્રાટકવાનો છે. અંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું 1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળશે.