GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત તરફ 2024 નું આવી રહ્યું છે પ્રથમ વાવાઝોડું…

ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેય સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષના પ્રથમ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે, જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભૂમધ્ય સાગરમાં ચક્રવાત ઉભું થયું છે. તેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર જોવા મળશે. 24 થી 26 જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે આ અસર ગુજરાતમાં જોવા મળવાની છે. તેના અસરના લીધે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા રહેલી છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. 17-19 જાન્યુઆરીના રોજ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના લીધે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ બનશે.

અંબાલાલ પટેલ દ્વારા ઠંડીની આગાહી વિશે કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જાય તેવી શક્યતા રહેલી છે.

આ સાથે ઉનાળાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું હોવાના કારણે તેની અસર હિમ નદી પર જોવા મળશે. હિમ નદીઓ ઉપર અસર થવાના લીધે ગ્લેશિયર પીગળવાને લીધે ઉનાળો વહેલો આવે તેવી શક્યતા રહેલી છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેલી છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થયા બાદ 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી સહન કરવાનો વારો આવશે