AhmedabadGujarat

સરકારી વિભાગોના તાલમેલના અભાવ વચ્ચે કંડલા પોર્ટ પર લાખો ટન જોખમી કેમિકલનું વાવાઝોડા દરમિયાન શુ થશે?

માત્ર ભારત જ નહિ, પરંતુ સમગ્ર દક્ષીણ એશીયા ખંડમાં કંડલા પોર્ટ સૌથી વધુ લીક્વીડ સ્ટોરેજ ધરાવે છે, ‘બિપરજોય’ ચક્રવાતના લીધે થઈને કંડલા પોર્ટ તો હાલ ખાલી કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ સ્ટોરેજ ટેંકોમાં હાલની તારીખે પણ જોખમી તેમજ કેમિકલ મળીને કુલ 5 લાખ ટન લિક્વીડ કાર્ગો છે. ત્યારે ચક્રવાત તકરાવવામાં કારણે જો દરિયાના મોજા ઊંચા ઉછળે તો અહી રહેલી સ્ટોરેજ ટેંકોની સ્થિતિની સિરક્ષાનું શુ? ટર્મિનલ સંગઠનના નિયમ પ્રમાણે તેનું નિર્માણ થયું હોવાના કારણે પવનની ગતીથી ઉડવા કે ભરેલા ટેંકોનું વહેણમાં વહેવાની શક્યતાથી કોઈ ઈનકાર કરતું નજરે ચડ્યુ હતું.

કંડલા લીક્વીડ સ્ટોરેજ ટર્મિનલના પ્રમુખ મહેશભાઈ ગુપ્તાના જણાવ્યા અનુસાર, કુલ 28 જેટલા ટર્મિનલ પોર્ટમાં છે, જેમાં 20 લાખ ટન જેટલા ખાનગી તેમજ 15 લાખ ટન જેટલી ક્ષમતા ધરાવતા સરકારી એજન્સીઓના સ્ટોરેજ ટેંકો આવેલા છે. જેમાં અત્યારે 5 લાખ ટન જેટલો જથ્થો કેમિકલ સંગ્રહિત છે, તો ફુડ ઓઈલ સહિત કુલ મળીને 8 લાખ ટન જેટલો લિક્વીડ કાર્ગો સ્ટોરેજ હાલ પોર્ટ પર છે. ત્યારે રાતોરાત આ જથ્થાને ખાલી કરવો તે કોઈ હિસાબે શક્ય નથી, જ્યારે કાર્યવાહિ ઠપ થવાની હતી તે દરમિયાન પ્રશાસનને મહતમ કાર્ગોને કાઢવા માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ જુદા જુદા વિભાગોના આદેશોમાં ફસાયેલા રહેલા ટ્રેડને છેલ્લા દિવસે પણ અડધો દિવસ જ આ કામ કરી શક્યું હતું. ​​​​​​​જે સરકારી વિભાગો વચ્ચેના તાલમેલનો અભાવ દર્શાવે છે.

નોંધનીય છે કે,પોર્ટ પ્રશાસન જ પોર્ટના આંતરિક નિર્ણયો લેતું હોય છે, પરંતુ નિર્ણય કરતી વલબટે જુદા જુદા સરકારો વિભાગોની અસર રહે છે. જેના કારણે કોઈ એક ચોક્કસ દિશામાં નિર્ણય થઈ શકતો નથી.