GujaratAhmedabad

રોંગસાઈડમાં વાહન ચલાવનાર લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની ટકોર, પોલીસ પકડે તો….

રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે રોંગ સાઈડ ચલાવતા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. એવામાં રોંગ સાઈડ ન જવા પર હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. લોક દરબારમાં લોકો દ્વારા ગૃહ રાજ્યમંત્રી ને પોતાના વિસ્તારની કેટલીક સમસ્યાઓ જણાવવામાં આવી હતી. લોકોને સમસ્યા ઓ સાંભળીને હર્ષ સંઘવી દ્વારા શહેરમાં ટ્રાફિક ને લગતા નિયમોના પાલન અંગે લોકોને જણાવ્યું હતું.

તેની સાથે રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે રોંગ સાઈડ ચલાવનારા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હોવાનું કહી ભૂલથી પણ રોંગ સાઈડ ન જવા માટે જણાવ્યું હતું. રોંગ સાઈડ વાહન ચલાવનારા લોકો સામે હવે દંડનીય કાર્યવાહી નહીં પરંતુ ફરિયાદ દાખલ કરી સખ્ત કાર્યવાહી કરાશે અને રોંગ સાઈડ ચલાવનાર વાહનચાલકો પકડાય તો કોઈપણ ની ભલામણ ન સ્વીકારવા પોલીસને સૂચના આપી હોવાનું હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેની સાથે વધુમાં જણાવ્યું કે, પોલીસ પકડે ત્યારે મને કોલ કરતા નહીં.

હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અધિકારીઓ સહિત તમામ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક કઈ રીતે ઓછું કરી શકાય તેને લઈ કામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સિગ્નલનો ઈશ્યુ હતો તે સોલ્વ કરવામાં આવ્યો છે તો કેટલીક જગ્યાએ બમ્પ મુકેલા હતા તે હટાવી દેવાયા છે. તેના સિવાય કેટલાક સર્કલ મોટા હતા તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.