AhmedabadGujarat

ટામેટાના વધતા ભાવ મુદ્દે સવાલ કરતા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો બેજવાબદારીભર્યો જવાબ, આડકતરી રીતે ટામેટા સિવાયની વસ્તુઓ ખાવાની આપી સલાહ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટામેટાનો પ્રતિ કિલો ભાવ 200 રૂપિયાને પાર પહોંચી ગયો છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને પત્રકારોએ જ્યારે આ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે બેજવાબદારી ભર્યો જવાબ આપતા કહ્યું કે ટામેટા એકમાત્ર ખાવાની વસ્તુ નથી. આમ ટામેટાના વધતા ભાવ મુદ્દે રાજ્ય સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આડકતરી રીતે ટામેટા સિવાયની વસ્તુઓ ખાવા માટે નું કહીને બેજવાબદારી ભર્યો જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. ત્યારે પત્રકારોએ ટામેટાના વધતા ભાવ મુદ્દે બોલતા ઋષિકેશ પટેલે બેજવાબદરીભર્યો જવાબ આપ્યો હતો. અને કહ્યું હતું કે, એકમાત્ર ટામેટા જ ખાવાની વસ્તુ નથી. ટામેટા, બટાકા સહિત તમામ શાકભાજીના ભાવ વધવા કે ઘટવા એ ડિમાન્ડ સપ્લાયના આધારે નક્કી થતું હોય છે.

નોંધનીય છે કે, સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન પત્રકારોએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધી રહેલા ટામેટાના ભાવ મુદ્દે સવાલ કરતા ઋષિકેશ પટેલે હસતાં-હસતાં બધાને સંભળાવી દીધું હતું કે એકમાત્ર ટામેટા જ ખાવાની વઅસ્તુ નથી. ટામેટા સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ  ખાવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.