AhmedabadGujarat

નરોડા ગામ હત્યાકાંડ કેસ 21 વર્ષે આવ્યો ચુકાદો, કોર્ટે તમામ આરોપીઓને જાહેર કર્યા નિર્દોષ

નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જેમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. નરોડા ગામ હત્યાકાંડમાં 21 વર્ષ બાદ ચુકાદો જાહેર કરાયો છે. જ્યારે આ ચુકાદા પહેલા સવારથી જ કોર્ટમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું.

એવામાં સાંજે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતા લોકો દ્વારા જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા હતા. તેની સાથે 21 વર્ષ બાદ ન્યાય મળતા પરિવારજનોની ખુશીનો પાર રહ્યો નહોતો. ફરિયાદ પક્ષના વકીલ શમશાદ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ચુકાદાને હવે હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.

આ કેસની વાત કરીએ તો ગોધરાકાંડના બીજ દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા ગામ વિસ્તારમાં સવારે 10 વાગ્યાની આસપાસ છૂટો છવાયો પથ્થરમારો થયો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાં અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ ઘટી હતી. અને રાત સુધીમા તો આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપી દેવામાં આવ્યો હતો. જેમાં 4 માહિલાઓ સહિત કુલ 11 લોકોના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, નરોડા હત્યાકાંડ કેસમાં કુલ 86 આરોપી છે, જેમાંથી પ્રદીપ ઉર્ફે બેંકર કાંતિલાલ સંઘવી નામના આરોપીને સમરી ભરી બિનતોહમતદાર મુક્ત કરવામાં આવ્યો છે. 14 આરોપીઓ આ કેસની ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા છે. આ કેસમાં કુલ મળીને 258 સાક્ષીઓ હતા જેમાંથી 187 સાક્ષીઓના નિવેદનના આધારે સમગ્ર કેસની ટ્રાયલ ચલાવામાં આવી હતી. જયારે બચાવ પક્ષ બાજુથી 58 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. 28 ફેબ્રુઆરી 2022ના રોજ આ કેસની ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે આ કેસમાં ત્યારે ઘટના સ્થળ પરથી 28 લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ પાછળથી તપાસમાં વધુ નામ ઉમેરાતા આ કેસમાં આરોપીઓનો આંકડો 86 એ પહોંચ્યો હતો.

આ પણ વાંચો: પ્રખ્યાત ખાનગી સ્કૂલના આચાર્યે સગીર વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર મામલો?

આ પણ વાંચો: ખુશખબર: અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો

આ પણ વાંચો: અતિક અને અશરફની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક, નજીકના વ્યક્તિએ જ…..

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આ કેસમાં 26 ઓગસ્ટ 2008મા ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી. જેમાં આર.કે. રાઘવન આ ટીમના અધ્યક્ષ હતાં. આ તપાસ ટીમે તપાસ હાથ ધરતા તે સમયના તત્કાલીન ધારાસભ્ય ડો.માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલની ધરપકડ કરીને આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં હજારો પાનાની 8 જેટલી ચાર્જશીટ થઈ છે.

તમને જણાવી દઈએ કે, આ કેસ દરમિયાન અત્યાર સુધી 5 જજ બદલાઈ ચૂક્યા છે. એસ.એચ. વોરા સૌથી પહેલા જજ હતા જેમની સામે આ કેસની સુનવણી શરૂ થઈ તે હતા. ત્યાર પછી આ કેસની સુનાવણી ડો. જ્યોત્સના યાજ્ઞિક, પીબી દેસાઈ સહિતના જજ સમક્ષ થઈ છે. વર્ષ 2017 માં જજ પીવી દેસાઈએ આ કેસમાં પ્રથમ વખત વર્ષ 20 મિનિટ સુધી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારપછી આ કેસના અત્યાર જજ સુબદા બક્ષીએ ફરી થોડા સમય અગાઉ જ ઘટના સ્થળની તપાસ કરી હતી. એવામાં હવે આ મામલે ચુકાદો આવી ગયો છે.