નશેડીએ કાર પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર પર ચડાવી દીધી, પછી જોવા જેવું થયું…..
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક આણંદથી સામે આવ્યો છે.
આણંદ ની સામરખા ચોકડી પાસે કાર નો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, કાર ચાલક નશામાં રહેલો હતો. જ્યારે કારમાં રહેલા અન્ય ચાર લોકો પણ નશામાં હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણકારી મુજબ, આણંદની સામરખા ચોકડી પાસે રાત્રીના સમયગાળામાં XUV ચાલક દ્વારા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. તેના લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તે દરમિયાન કાર ચાલક તથા કારમાં સવાર અન્ય ચાર શખ્સો નશામાં ધૂત જોવા મળ્યા હતા. તેની સાથે અકસ્માત બાદ નશામાં ધૂત કાર ચાલક અન્ય કારમાં બેસીને નાસી ગયો હોવાનું ઘટનાસ્થળ પર હાજર લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકો દ્વારા અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેની સાથે ક્રેનની મદદથી કારને ડીવાડરથી ખસેડીને સાઈડમાં મુકવાની કામગીરી કરાઈ હતી. હાલમાં આ મામલામાં આણંદ પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.