લગ્નની સપ્તપદીમાં રોજગારીનો સંકલ્પ સાકાર કરતી નવોઢા – માંડવેથી પરીક્ષા કેન્દ્રમાં પહોંચી
મહેસાણાના ખેરાલુનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક દીકરી લગ્ન કર્યા બાદ પરીક્ષા આપવા માટે ગઈ હતી તેના માટે વિદાયને રોકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. નયના નામની યુવતીના લગ્ન અને ટેટ 2 ની પરીક્ષા એક જ દિવસે આવી ગઈ હતી. એવામાં તેમને પહેલા લગ્ન કર્યા અને પછી પરિક્ષા આપવા ગયા અને ત્યાર બાદ વિદાય કરવામાં આવી હતી.
આપણે બધા જાણીએ જ છીએ કે, ગઈ કાલના સમગ્ર ગુજરાતમાં ટેટ-2 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ગુજરાતભરમાંથી અનેક ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. ત્યારે ખેરાલુની નયના નામની યુવતીના લગ્ન 23 એપ્રિલના રોજ રાખવામાં આવ્યા હતા. જયારે આ જ દિવસે પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી હતી. તે કારણોસર નયના લગ્ન બાદ પરીક્ષા આપવા ગયા હતા અને બીજી તરફ વરરાજા અને જાનૈયા કન્યાની વિદાય માટે રાહ જોઈને બેસી રહ્યા હતા. કારણ કે, કન્યા આવે ત્યારે જ વિદાય કરવામાં આવશે તેના લીધે જાનૈયા રોકાઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે, સવારના લગ્નવિઘિ કરીને નયના બેન બપોરના ટેટ-2 ની પરીક્ષા આપવા માટે ગયા હતા. તેમનું પરીક્ષા સેન્ટર અમદાવાદમાં રહેલું હતુ. તે કારણોસર અમદાવાદ ખાતે પરીક્ષા આપવા માટે ગયા હતા. ત્યાર બાદ તે મંડપમાં પરત ફર્યા હતા. ત્યાં જાનૈયા તેમની રાહ જોઈને બેઠેલા હતા. પરીક્ષા બાદ તે અમદાવાદથી 110 કિમીનું અંતર કાપીને ખેરાલુ પરત આવ્યા હતા. તેમની ત્યાર બાદ વિદાય કરવામા આવી હતી.
આ પણ વાંચો: પાદરીની જમીનમાંથી એક પછી એક 39 લાશો બહાર આવી, હજુ ઘણી કબરો ખોદવાની બાકી છે
આ મામલામાં યુવતીના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે નયના લગ્નનું મૂહુર્ત અગાઉ કઢાવી લીધું હતું અને ત્યારે ટેટ-2ની પરીક્ષાની તારીખ થોડા દિવસ અગાઉ જ જાહેર થઈ અને કોલલેટર અઠવાડિયા પહેલા જ સામે આવ્યો હતો. ત્યારે નયના માટે લગ્ન અને પરીક્ષા આપવી બંન્ને જરૂરી હતી એટલે અમે યોગ્ય મૂર્હુતે લગ્ન કરી લીધા અને પરીક્ષા આપી શકે તેવું આયોજન કરી લીધું હતું. પહેલા અમે લગ્નની વીધિ પતાવી નયનાને પરીક્ષા આપવા માટે મોકલી દીધી હતી અને પરીક્ષા આપ્યા બાદ તેને વિદાય પણ આપી દીધી હતી.