AhmedabadGujarat

એક વર્ષ પણ ના થયું અને અમદાવાદની ઓળખ બનેલા અટલ ફુટ બ્રિજના કાચ બદલવા પડ્યા

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર નિર્માણ પામેલ અટલ બ્રિજ હવે શહેરની આગવી ઓળખ બની ગયું છે. રજાઓના દિવસે અને એ સિવાય પણ લોકો અહીં આવતા હોય છે. પરંતુ થોડા સમયમાં જ આ બ્રીજના કાંચ પર તિરાડો પડવા લાગી છે. માટે તંત્ર દ્વારા હવે બ્રીજ પર લાગેલા કાંચને બદલીને તેની આસપાસ સ્ટીલની એક દીવાલ બનાવી દેવામાં આવી છે. હવેથી પ્રવાસીઓ અટલ બ્રિજની મુલાકાત લેશે તો તેઓ કાંચના બ્રિજ પરથી ચાલવાની મઝા માણી શકશે નહીં. બ્રિજની ઉપર જુદી જુદી 8 જગ્યાએ આ પ્રકારના કાચ લગાવાયા છે અને તેની આજુબાજુ સ્ટીલની ગ્રીલ બનાવી દેવાઇ છે.

ઉલ્લેખનીય છે કે, 80 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે નિર્માણ પામેલ અમદાવાદનો અટલફૂટ બ્રીજ અમદાવાદની ઓળખ બની ગયો છે. અહીં લોકો દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે સાબરમતી નદી ઉપર નિર્માણ પામેલ અટલફૂટ ઓવરબ્રિજનું હજુ વર્ષ પણ નથી થયું ત્યાં બ્રીજ પરના કાંચમાં તિરાડ પડવાની ઘટના સામે આવી છે. જેને લઈને મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. અને જુદી જુદી 8 જગ્યાઓ પર કાચ બદલીને તેની આજુબાજુ સ્ટીલની ગ્રીલ બનાવી દેવાઈ છે.

નોંધનીય છે કે, ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કર્યું હતું. પહેલા આ બ્રિજ પર પારદર્શક કાચ લાગેલા હોવાના કારણે ચાલતા ચાલતા નદી જોવાની મજા માણી શકાતી હતી. પરંતુ 1 વર્ષમાં જ અટલફૂટ બ્રીજ પર કાંચમાં તિરાડો પડી જવાના કારણે તંત્ર દ્વારા બ્રીજ પર જુદી જુદી 8 જગ્યાએ કાંચ બદલીને સ્ટીલની ગ્રીલ બનાવી દેવામાં આવી છે. જેથી લોકો હવે ચાલતા ચાલતા નદી જોવાની મજા માણી શકશે નહીં.

તમને જણાવી દઈએ કે, માયર 1 જ વર્ષમાં સાબરમતી નદી પર બનેલ અટલ ફૂટ બ્રીજ પરના કાચમાં તિરાડ પડી જવાની ઘટનાઓ સામે આવવાથી હાલ તો તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું ચૂંટણી પહેલા પ્રચાર કરવા માટે જ આ બ્રિજનું ઉતાવળમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું?