છેલ્લા થોડા દિવસોથી ઓનલાઈન (ઓલા-ઉબેર વગેરે) એપના માધ્યમથી ટેક્સી ચલાવતા ડ્રાઇવરો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરેલા હતા. એવામાં હડતાલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, સોમવારના મોડી રાત્રીના ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગ ને સ્વીકારી લેવામાં આવતા હડતાળ પરત ખેંચી લેવામાં આવી છે.
તેની સાથે ઉબેર કંપની ટ્રેક્સી ડ્રાઇવરોને કંપની દ્વારા 30 ટકાના વધારાની ઓફર સ્વીકારવામાં ન આવતા હજુ પણ તે હડતાલ પર રહેલા છે. ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરત મંજૂર કરવામાં શાંતિપૂર્ણ રીતે હડતાળ સમેટી લેવામાં આવી છે. તેમ છતાં તેના લીધે હવેથી અમદાવાદીઓની રાઇડ મોંઘી બનવાની છે.
ઉબેર કંપનીની વાત કરીએ તો જેમાં કેટલીક ટેક્સીઓને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ ચુકવતા હતા. તેની સામે હવે 30 ટકા વધારાની ઓફર કરવામાં આવી છે. પરંતુ ઉબેરના ટેક્સીચાલકો દ્વારા આ ઓફરને સ્વીકારવામાં ન આવતા હજુ પણ એક-બે દિવસ આ હડતાળ લંબાઈ તેવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, ઓલા, ઉબર, રેપિડો, જૂગનુ વગેરે ઓનલાઇન એપના માધ્યમથી સવારી બુક કરવાની કામગીરી કરવામાં આવી છે. તેમની ટ્રાન્સપોર્ટ સર્વિસમાં વપરાતા વાહનોમાં સફેદ નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હવે આ રંગની નંબર પ્લેટ પ્રતિબંધિત કરવામાં આવી છે.