GujaratMadhya Gujarat

વડોદરામાં બાઈક રેસિંગમાં બાઈકરની અડફેટે આવતા વૃદ્ધાનું મોત, રેસરનું પણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજથી સામે આવ્યો છે.

વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગઈ કાલ રાત્રીના બાઇકર્સોની ચાલતી રેસમાં એક બાઇકર્સ દ્વરા એક વૃદ્ધાને અડફેટે લેવામાં આવતું તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં રાવપુરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના અકોટા-દાંડીયા બ્રીજથી ઘટના સામે આવી છે. બાઈક રાઈડર દ્વારા અકોટા વિસ્તારમાંથી ઘરે જમ્યા બાદ શનિ મંદિરના દર્શન કરવા માટે નીકળેલા માલતીબેન બાઈકર દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા. તેના લીધે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા માલતીબેનનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. તેની સાથે અકસ્માતમાં બાઈક રાઇડર અરાફત નામના યુવાનને પણ ગંભીર ઈજા પહોંચી છે. એવામાં તેને પણ હોસ્પિટલ લઇ જવામાં આવે તે પહેલા તેનું પણ મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે, અકોટા દાડિયા બજાર બ્રિજ ઉપર સાંજ પડતા જ બાઇકર્સોની રેસ શરૂ થાય છે અને આ બ્રીજ ઉપર પસાર થતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. તેની સાથે આ બ્રીજ ઉપર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે. એવામાં ગઈ કાલ રાત્રીના બાઇકર્સના એક વૃદ્ધાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસ બંનેના મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી શરુ કરી છે.

આ મામલામાં રાવપુરા પોલીસ સ્ટેશનના પી આઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે અકસ્માતની બનેલી ઘટના અંગે અકસ્માતનો ગુનો દાખલ કરાયો છે. તેમ છતાં બાઇક ચાલકનું પણ આ ઘટના મોત થયું છે. આજ રાતથી જ બાઇકર્સો સામે કાર્યવાહી શરૂ કરી દેવાશે. આવતીકાલથી બાઇકર્સો સામે ઝૂંબેશ શરૂ કરાશે. સોલાર પેનલ પાસે લગાવવામાં આવેલ સીસીટીવી દ્વારા તપાસ કરીને બાઇકર્સો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.