AhmedabadGujarat

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આ વિસ્તારોમાં અપાયું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 19 થી 20 ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જયારે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે આજે 18 જુલાઈના રોજ નવસારી, વલસાડમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 23 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા છે. જયારે ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આજથી ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલ છે. આ સિવાય 19 થી 21 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ મુજબ, 18 મી તારીખના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે. તેની સાથે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ જોવા મળશે. તેની સાથે આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 19 થી 21 તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ અને દાદરાનગર હવેલી સહીત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.