ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિને લઈને આપ્યું મોટું નિવેદન
રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ-૨ આંદોલન શરુ કરાયું છે. તેની સાથે પુરૂષોતમ રૂપાલાનો સતત વિરોધ કરી રહ્યા પદ્મિનીબા વાળાનું મોટું નિવેદન સામે આવ્યું છે. પદ્મિનીબા દ્વારા આજે ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિ પર મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા દ્વારા મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહેવામાં આવ્યું હતું. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓના વિરોધની ખબરો વચ્ચે હવે આ આંદોલનમાં બે ફાંટા પડી ગયા હોય તેમ જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોઈના દ્વારા ખોટા મેસેજ વાયરલ કરાયા છે. મારા પતિ દ્વારા મને કોઈ જ માર મારવામાં આવેલ નથી. કિર્તી પટેલના વાયરલ વિડીયો મુદ્દે ઘરમાં બોલાચાલી થઈ હતી, પરંતુ મને કોઈએ ઘરમાંથી બહાર કાઢવામાં આવી નથી.
રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા મીડિયા સમક્ષ આવીને મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, અમારા પરિવાર માં કોઈ ઝઘડો થયેલ નથી. જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારથી મારા આવા મેસેજ વાઇરલ કરાઈ રહ્યા છે. અમુક તત્વો મને બદનામ કરવામાં લાગેલા છે. જયરાજભાઈ મારા મોટા ભાઇ રહેલ છે. હું સમાજ અને હિંદુત્વ મારે સારું કરવાની છું. વધુમાં તેમને જણાવ્યું કે, મારા પતિએ મને કોઈ માર માર્યો નથી. મારા વિરુદ્ધ વિડીયો વાઇરલ કરવામા આવ્યો છે તેને હું ઇગ્નોર કરું છું. હું જણાવ્યું છું કે, મોદી સાહેબના કામોને ભૂલવા જોઈએ નહીં. મારી લડત રૂપાલા વિરોધમાં રહેલ છે અને રહેવાની છે. સંકલન સમિતિ દ્વારા મારો અવારનવાર મારો વિરોધ કરવામાં આવે છે. હું મારા મનથી ઘરે બેઠેલી છું. હાલ મારા જુના વિડીયો ખોટી રીતે વાઇરલ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં પદ્મિનીબા વાળાએ જણાવ્યું કે, સંકલન સમિતિના સભ્યોને મારું બેસ્ટ ઓફ લક છે. રાજકોટમાં જે મહાસંમેલન થયું તેમાં પણ મારું અપમાન કરાયું હતું. સંકલન સમિતિ ઈચ્છી રહી છે કે, હું ઘરમાં બેસી રહું. સંકલન સમિતિએ જે કરવું હોય તે કરી લે, હું તો બહાર નીકળવાની જ છું.
પદ્મિનીબા દ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, મેં રૂપિયા લીધા હોય તો તેનો સબુત લઈને આવો. મારું સંકલન સમિતિ દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું. હું રૂપાલા અને જયરાજભાઈની વિરુદ્ધ બોલી રહી હતી. રૂપાલા મામલે સમાજ દ્વારા નક્કી કરવામાં આવશે. હું ભાજપ વિરોધી પ્રચાર ચોક્કસ કરવાની છું. હવે આંદોલન રાજકીય થઈ ગયેલ છે, હવે તેમાં કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી? કોંગ્રેસ તેમાં ક્યાંય છે જ નહીં. તો રૂપિયા લઈને શાંત થઈ જવાની વાત પર પદ્મિનીબાએ જણાવ્યું કે, સંકલન સમિતિ દ્વારા મને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મોદી સાહેબનો વિરોધ યોગ્ય રહેલ નથી, મોદી સાહેબે ગરીબો અને મહિલાઓ માટે ઘણું બધું કરેલ છે.