GujaratAhmedabad

વડોદરામાં દર્દનાક ઘટના, પત્નીએ આત્મહત્યા કરી તો પતિએ ગળા પર બ્લેડ મારી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

વડોદરા શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પતિ દ્વારા પણ ગળાના ભાગે બ્લેડ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના લીધે પતિને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો. મહિલા દ્વારા કયા કારણોસર આપઘાત કરી તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. વડોદરા તાલુકા પોલીસ દ્વારા આ મામલામાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરામાં આવેલ ભાયલી વિસ્તારમાં મનિષ નાયડુ તેમની પત્ની અશ્વિની નાયડુ રહેતા હતા. એવામાં ગઈ કાલના મનીષ નાયડુ શહેરની બેંક હાર્ટ હોસ્પિટલમાં નોકરી માટે ગયેલો હતો. તે સમયે પત્ની દ્વારા ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દેવામાં આવ્યું હતું. તે તેને યુવતીના સાસુ ઘરે નહોતા અને જ્યારે તે ઘરે આવ્યા અને દરવાજો ખખડાવ્યો તો અશ્વિનીએ ખોલ્યો નહોતો. તેના લીધે ઘરનો દરવાજો તોડી નાખ્યો અને અંદર જોયું તો અશ્વિનીનો લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો.

એવામાં પુત્રવધુ દ્વારા આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ દરમિયાન પરિવાર દ્વારા તાત્કાલિક મૃતક મહિલાના પતિ મનિષ નાયડુને જાણ કરવામાં આવી હતી. ઘરે પહોંચીને પત્નીનો લટકતો મૃતદેહ જોઈને પતિને ભારે આઘાત લાગ્યો હતો. ત્યાર બાદ પતિએ પણ ગળાના ભાગમના બ્લેડના ઘા મારી દીધા હતા અને તેને પણ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. તેના લીધે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મનિષને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યા મનિષ સારવાર હેઠળ રહેલ છે. આ ઘટના સર્જાતા ભાયલી ગામના આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. પુત્રવધુના મોત અને પુત્રના આપઘાતના પ્રયાસના લીધે પરિવારજનોમાં શોક મોંજુ છવાઈ ગયું છે.

ઘટનાની જાણ થતા જ વડોદરા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દીધો હતો. જ્યારે મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.