North GujaratGujaratMehsana

પાટણ રાધનપુર હાઇવે એસટી બસ અને ટ્રકનો સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક પાટણ રાધનપુર હાઈવે થી સામે આવ્યો છે.

પાટણ રાધનપુર હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. ખારિયા પુલ પાસે એસટી બસ-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તમને જણાવી દઈએ કે, ભીષણ અકસ્માત માં ટ્રક ડ્રાઈવર સહિત કુલ ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અકસ્માતમાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આણંદ થી રાપર જતી દરમિયાન બસની ટક્કર ટ્રક સાથે થઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ખારિયા પુલ પાસે  રાપરીયા હનુમાન નજીક થયો હતો. આણંદ થી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જાતા હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. ક્રેનની મદદથી એસટી બસને માર્ગ પરથી ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.