AhmedabadGujarat

ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પટેલ દંપતીએ કૃષ્ણના અવતાર ગણાવ્યા? જાણો શું છે સમગ્ર ઘટના…

અમેરિકા જવાની ઘેલછામાં લોકો કોઇપણ રસ્તો અપનાવવા માટે તૈયાર રહે છે. જ્યારે ક્યારેક તેમને આ જવું ભારે પડતું હોય છે અને આજે આવી જ એક ઘટના ગઈ કાલના સામે આવી હતી. અમદાવાદનું એક દંપતિ એજન્ટની મદદથી અમેરિકા જવા માટે દંપતિ ઈરાન પહોંચ્યું હતું. ત્યાં તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ યુવકના શરીર ભાગ પર અસંખ્ય બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાનો યુવકે વિડીયો બનાવી મદદ માગી હતી. એવામાં હવે આ મામલામાં મોટી જાણકારી સામે આવી છે.   ઇરાનનામાં અપહરણ કરીને રાખવામાં આવેલ ગુજરાતી દંપતિને આરોપીના ચુંગાલથી બહાર કાઢવામાં ગુજરાત સરકારને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલામાં વોટ્સમેસેજ આવ્યો હતો અને 24 કલાકની અંદર જ તહેરાનમા અપહરણકર્તાઓથી ફસાયેલા પંકજ અને બહેન નિશા પટેલને છોડાવી લેવામાં આવ્યા છે. આ મામલામાં ત્યાર બાદ હર્ષસંઘવી દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવી અને તેમના દ્વારા Ministry of External Affairs; GOI, Central IB, RA & W, INTERPOL નો પણ સંપર્ક કરવામાં આવ્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાન માં ડેપ્યુટી ચીફ ઓફ મિશન શ્રી જહોન માઈનો સંપર્ક કરીને ભાઇ પંકજ અને નિશાને શોધવા માટે મદદ માંગવામાં આવી હતી.

જ્યારે હવે પરિવારના જણાવ્યાં અનુસાર હવે આ પ્રયાસોના લીધે ગુજરાતી દંપતિ તહેરાનથી મળી આવ્યું છે. જ્યારે તેમને સ્વદેશ આવવા માટે રવાના પણ કરી દેવામાં આવ્યા છે. એવામાં ૨૪ કલાકની અંદર જ વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનો પરિવાર દ્વારા આભાર વ્યક્ત માનવામાં આવ્યો છે. આ સાથે જ પરિવાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, અમારી સાથે થયું તેવું કોઈના પણ સાથે થાય નહીં. કોઇપણ બે નંબરમાં એજન્ટ દ્વારા દેશમાં જાય નહીં.

તેની સાથે પરિવારના એક સભ્ય દ્વારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક મેસેજ મોકલ્યો છે. તેમને જણાવ્યું છે કે, “ડીયર હર્ષભાઇ સાહેબ આપનો માનવામાં આવે તેટલો આભાર ઓછો છે. તમે અમારા માટે આ અષાઢી બીજી શ્રી કૃષ્ણ બની ને તમે આવ્યા.” એવામાં હવે આ વિદેશમાં ફસાયેલ પરિવાર અપહરણકર્તાઓનું ચુંગાલમાંથી છુટી ગયો છે.