GujaratRajkotSaurashtra

રાજકોટના આ મંદિરમાં પિત્ઝા, બર્ગર, હોટડોગ અને પાણીપુરીનો ચડે છે પ્રસાદ

ગુજરાતમાં દેવી-દેવતાના અનેક મંદિરો આવેલા છે અને તેને લઈને તેની અલગ-અલગ વિશિષ્ટતાઓ રહેલી છે. એવામાં આજે એવા જ અનોખા મંદિરને લઈને તમને જણાવવા જઈ રહ્યા છીએ. ત્યાં મંદિરના પ્રસાદમાં પિત્ઝા, બર્ગર, હોટડોગ અને પાણીપૂરીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ મંદિરની વાત કરીએ તો આ મંદિર રાજકોટમાં આવેલ છે. રાજકોટના જીવંતિકા મંદિરમાં માતાજીને આ પ્રકારની પ્રસાદી ચઢાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, અનોખી પ્રસાદીને લીધે રાજકોટનું જીવંતિકા માતાનું મંદિર ચર્ચામાં રહેલું છે. કેમકે જીવંતિકા માતાને પ્રસાદીમાં પિત્ઝા, બર્ગર, હોટડોગની સાથે પાણીપૂરીનો ભોગ ધરાવવામાં આવે છે. મંદિરમાં આરતી થાય એટલે બાળકોને ચટાકેદાર પ્રસાદ આપવામાં આવે છે. તેના લીધે અહીં મોટી સંખ્યામાં બાળકો પ્રસાદ લેવા માટે આવે છે. મંદિરમાં પ્રસાદીમાં કોલ્ડ્રીંગ પણ અપાઈ છે. જ્યારે ક્યારેક તો બાળકોને ભેળ, વડાપાઉ, સેન્ડવીચ જેવી વસ્તુઓ પણ આપવામાં આવે છે.

જયારે આ પ્રસાદી વિશેમાં મંદિરના આચાર્ય એઇમપ્રસાદ દવે દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં કળિયુગ ચાલી રહ્યો છે. જીવંતિકા માતા ખાસ બાળકોના માતાજી રહેલા છે. તેના લીધે બાળકોની પ્રિય વસ્તુ માતાજીને ધરાવવામાં આવે તો માતાજી પણ તેના ખુશ થાય છે. આપણે જેમ આપણા બાળકોને પ્રિય વસ્તુ આપીએ છીએ તો બાળકોની સાથે-સાથે તેના માતા-પિતા પણ ઘણા ખુશ થાય છે. તેવી જ રીતે માતાજીને બાળકોની પ્રિયવસ્તુ પ્રસાદરૂપે ધરવામાં આવે તો માતાજી પણ ઘણા ખુશ થાય છે. હાલમાં બાળકોને ભેળ, વડાપાઉં, સેન્ડવિચ, હોટડોગ, પાણીપુરીની સાથે પિઝા ભાવતા હોય છે. તેના લીધે અમારા દ્વારા માતાજીના પ્રસાદમાં અવનવી વાનગીઓ ધરાવવામાં આવે છે

તેની સાથે તમને જણાવી દઈએ કે, આ મંદિરની વાત કરીએ તો આ લગભગ 60 વર્ષ જેટલુ જૂનું રહેલું છે. કહેવામાં આવે છે કે, જીવંતિકા માતા દ્વારા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવામાં આવે છે. અનોખા પ્રસાદના લીધે દેશવિદેશમાં જીવંતિકા માતાનું મંદિર પ્રખ્યાત બન્યું છે. વિદેશમાં પણ રહેનાર લોકો દ્વારા આ જીવંતિકા માતાની માનતા માનવામાં આવે છે. જ્યારે બાધા પૂરી થાય તો વિદેશથી ચોકલેટ, બિસ્કીટના પાર્સલ માતાને મોકલવામાં આવે છે. તેની સાથે મહિલાઓ પોતાના બાળકોની લાંબી ઉમર માટે જીવંતિકા માતાની પૂજા કરે છે. જ્યારે વ્રત પણ રાખે છે.