કાલે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક, લોકડાઉનને લઈને આ નિર્ણય લેવાઈ શકે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરીથી રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે કોરોના વાયરસ સંકટ અંગે વાતચીત કરશે. વડા પ્રધાન મોદી મુખ્ય પ્રધાનો સાથે લોકડાઉન પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.અહી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીઓ સાથે વડા પ્રધાનની આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે.
28 એપ્રિલે વડા પ્રધાન મોદીએ કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં લાગુ લોકડાઉન વચ્ચે ચોથી વાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. 3 મેના રોજ લોકડાઉન 2.0 સમયગાળો પૂરો થાય તે પહેલા વડા પ્રધાનોએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. કોરોના સાથે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર લોકડાઉન વધારવામાં આવશે કે કેમ, હાલમાં આ ચર્ચાનો વિષય છે. 17 મે પછી દેશ કોરોના સાથે કેવી રીતે લડશે, તેનો નિર્ણય સોમવારે વડા પ્રધાન મોદી દ્વારા મુખ્ય પ્રધાનો સાથેની વીડિયો કોન્ફરન્સિંગમાં લેવામાં આવશે.