ગૃહમંત્રી સંઘવીના શહેરમાં બેંક લુંટારુઓ ને પોલીસે ઝડપ્યા, તેમનો પ્લાન જાણીને ચોંકી જશો

સુરતના વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે.બનાવના છ દિવસ બાદ લૂંટને અંજામ આપનાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પાંચ જેટલા લૂંટારુઓ બંદૂકની અણીએ બેંક ઓફ મહારાષ્ટ્રના 13.26 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે યુપીમાંથી મુખ્ય આરોપી સહિત ચારની ધરપકડ કરી છે.

જેમાં પૂછપરછમાં માલૂમ પડ્યું હતું કે લૂંટના પાંચ દિવસ પહેલા સમગ્ર વિસ્તારને સારી રીતે તેમણે જાણી લીધો હતો.બાદમાં તેઓ મોટરસાઇકલ લઈને લૂંટ કરવા પહોંચ્યા હતા.બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી લૂંટની ઘટનાનો છ દિવસમાં ભેદ ઉકેલાયો છે. ગત 11મી ઓગસ્ટે સવારે 11:30 કલાકે પાંચ લૂંટારુઓ મોટરસાઇકલ પર આવ્યા હતા અને બંદૂકની અણીએ બેંકમાંથી રૂ.13.26 કરોડની લૂંટ ચલાવી હતી.
બાદમાં સુરત પોલીસની ટીમો અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓને પકડવા માટે સતત કામ કરી રહી હતી. આ તપાસ દરમિયાન યુપીમાંથી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બેંક લૂંટારાઓ અરબાઝ ખાન શાન મોહમ્મદ ખાન ગુર્જર, વિપિનસિંહ સોમેન્દ્રસિંગ ઠાકુર, અનુજપ્રતાપસિંગ ઠાકુર અને ફુરકાન અહેમદ મોહમ્મદ સૈફ ગુર્જરને ઝડપી લીધા છે.
- પ્રેમમાં પાગલ રાજકોટના યુવકે અમદાવાદની 19 વર્ષીય વિદ્યાર્થિનીના અંગત ફોટો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, છોકરીએ નોંધાવી પોલીસ ફરિયાદ
- Budget 2025: હવે 12 લાખ સુધીની આવક કરમુક્ત, બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત
- Mahakumbh માં ભાગદોડમાં 17 થી વધુ લોકોના મોત, એમ્બ્યુલન્સ દ્વારા સતત મૃતદેહોને લઈ જવામાં આવી રહ્યા છે
- મૌની અમાવસ્યાના દિવસે કયા સમયે મહાકુંભ સ્નાન કરવું જોઈએ અને દાન કરવું જોઈએ? શુભ મુહૂર્ત જાણો
- મોરબીના યુવકને હનીટ્રેપમાં ફસાવી ₹6 લાખ પડાવ્યા, જાણો કઈ રીતે આખો ખેલ થાય
સુરતમાં લૂંટની ઘટનાને અંજામ આપવા માટે વિપિનસિંહે ઉત્તર પ્રદેશના રાયબરેલીના અન્ય ચાર મિત્રોને સુરત બોલાવ્યા હતા અને સુરતમાં લૂંટને અંજામ આપવા જણાવ્યું હતું. લૂંટને અંજામ આપવા માટે બે બાઇકની ચોરી કરી હતી. બાદમાં ચલથાણ ખાતે જ્વેલર્સની દુકાનને લૂંટવાનો પ્લાન હતો અને વારંવાર તેઓ ત્યાં ગયા પણ હતા, પરંતુ ટ્રાફિક વધુ હોવાથી પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ સચિનના વાંજ ગામમાંથી પસાર થતા રોડ પર બેંક ઓફ મહારાષ્ટ્ર જોતા ત્યાં લુંટ કરવાની યોજના બનાવી હતી.