AhmedabadGujaratMadhya Gujarat

શાહીબાગમાં આગનો બનાવ, પ્રાંજલે અંતિમ ફોનમાં કાકીને કહ્યું હતું માત્ર એટલું કે….

શાહીબાગમાં ગઈ કાલના ઓર્ચિડ ગ્રીન ફ્લેટના સાતમાં માળે ભીષણ આગ લાગતા ઘરમાં રહેલી 4 વ્યક્તિઓ પૈકી 3 વ્યક્તિ તરત જ બહાર નીકળી ગયા હતા. જ્યારે એક 17 વર્ષની તરૂણી 25 મિનિટ સુધી મદદ માંગતી રહી પરંતુ તેનું મોત નીપજ્યું હતું. તમને જણાવી દઈએ કે, મૃતક તરૂણી ભણવા માટે તે માતા-પિતાથી દૂર કાકા-કાકીને ત્યાં આવેલી હતી. જ્યારે તે આગની ઝપેટમાં આવી ગઈ અને બચવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જિંદગીની જંગ હારી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, ઓર્ચિંડ ગ્રીન ફ્લેટમાં સુરેશ જીરાવાલા અને તેમના ભાઈ દિનેશ જીરાવાલા 6 વર્ષ અગાઉ રહેવા માટે આવ્યા હતા. સુરેશભાઈની પત્ની તમન્નાબેન અને 13 વર્ષીય દીકરો યશ તથા 10 વર્ષીય દીકરો તનીશ રહેતો હતો. દિનેશભાઈના પત્ની પિંકીબેનની મોટી દીકરી પ્રાંજલ અને 9 તથા 3 વર્ષની બીજી બે નાની દીકરીઓ પણ રહેલી હતી.

દિનેશભાઈ કાપડનો વેપાર કરી રહ્યા હતા. પરંતુ GPCB માંથી 6 મહિના અગાઉ નોટિસ આવતા તેમને ધંધો બંધ કરવાનો સમય આવી ગયો હતો. જેથી તેઓ પત્ની અને નાની બે બાળકીઓ સાથે સુરત રહેવા માટે ચાલ્યા ગયા હતા. મોટી દીકરી પ્રાંજલ 12 મા ધોરણમાં અભ્યાસ કરતી હોવાના લીધે તે તેના કાકાના જ ઘરે રહેવા લાગી હતી.

મહત્વની વાત એ રહેલી છે કે, પ્રાંજલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી. જ્યારે શનિવારના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા હોવાના લીધે તેને આગળની રાત્રીના 3 વાગ્યા સુધી અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તે સુઈ ગઈ હતી. નોંધનીય છે કે, ઘરમાં કાકી તમન્નાબેન અને તેમના બે દીકરા યશ અને તનીશ પણ રહેલા હતા.

જે પૈકી યશ રાતે હોલમાં સોફા પર સુઈ ગયો હતો અને તનીશ હોલની બાજુના બેડ રૂમમાં તેમના માતા સાથે સુઈ ગયેલો હતો. શનિવારના રોજ સવારના 7 વાગતા તમન્નાબેન દરરોજની જેમ કામ કરવા લાગ્યા હતા અને રસોડામાં હતા ત્યારે ડોરબેલ વાગ્યો અને તે સમયે દુધવાળો આવ્યો હતો. દરવાજો ખોલતા જ દુધવાળાએ તમન્નાબેનને જણાવ્યું કે, તમારા ઘરમાંથી બળવાની સ્મેલ આવી રહી છે. તેના લીધે તમન્નાબેન ઘરમાં જોવા ગયા હતા. ત્યાં જ પ્રાંજલનો ફોન આવ્યો અને તે કહેવા લાગી કે, મારા રૂમમાં આગ લાગી છે મને અહીંથી બહાર કાઢો.

તેની સાથે તમન્નાબેન તેમના 2 દીકરાને ઉઠાવીને પ્રાંજલના રૂમનો દરવાજો ખોલવા માટે પણ ગયા પરંતુ આગ સીધી તેમના મોઢા સુધી આવી ગઈ હતી તેના લીધે તે ભયભીત થઈ ગયા હતા. જેમાંથી કેટલાક ઘરના હોલમાં આવ્યા પરંતુ આગ અને ધૂમાડા સામે કોઈ કંઈપણ કરી શક્યા નહોતા અને ફાયરની ટીમ પણ તે સમયે આવી પહોંચી હતી.

ફાયરની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમ છતાં આગ વધુ સમય રહેવાના લીધે પ્રાંજલ બચવા માટે એક માણસ ઉભું રહી શકે તેટલી નાની બાલ્કનીમાં જઈને લપાઈને બેસી ગઈ હતી પરંતુ આગની ગરમી સહન કરી ના શકતા પ્રાંજલ દાઝી ગઈ હતી અને તે બેભાન થઇ ગઈ હતી. પ્રાંજલ દ્વારા ગોદડામાં લપેટીને ફાયર વિભાગના જવાનો દ્વારા 108 ના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર દ્વારા પ્રાંજલને મૃત જાહેર કરવામાં આવી હતી.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ