SaurashtraGujaratRajkot

રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો, પ્રેમિકાનું કરુણ મોત

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક બાબત રાજકોટથી સામે આવી છે. જેમાં પ્રેમ-પંખીડા દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંને દ્વારા શરીર પર બ્લેડ મારીને આખું પોલીસ સ્ટેશન લોહીલુહાણ કરી દેવામાં આવ્યું હતું.

જાણકારી અનુસાર, કચ્છના નખત્રાણાના પ્રેમી પંખીડા ભાગીને રાજકોટ આવેલ હતા. તેના લીધે રાજકોટ પોલીસ દ્વારા બન્નેને ટ્રેસ કરી પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં યુગલને બેસાડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો કચ્છથી રાજકોટ આવવાના રવાના થયેલા હતા. ત્યારે પરિવારજનો એક નહિ થવા દે તે ડરથી પ્રેમીપંખીડા દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રમાં જ આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડા દ્વારા દરવાજો લોક કરી શરીર પર બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ ઘટનામાં પ્રેમિકા પૂજા ભદ્રનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પ્રેમી વિનોદ સતવારા ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલ છે. બંને દ્વારા પોતાના ગળા પર તીક્ષ્ણ હથિયારથી ઘા મારી લેવામાં આવ્યા હતા. યુવકની હાલત ગંભીર હોવાના લીધે ENT વોર્ડના ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.