AhmedabadGujarat

વિરમગામમાં ચાલુ ફરજ દરમિયાન PSI ને હાર્ટએટેક આવતા અવસાન, પોલીસ બેડામાં શોકનો માહોલ

રાજ્યમાં યુવાનોમાં સતત હાર્ટ એટેક નું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ યુવકને કોઇપણ પ્રકારની બીમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બને છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે.. અમદાવાદ જિલ્લાના પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ચાલુ ફરજે પોલીસકર્મીનું મૃત્યુ નીપજ્યા પોલીસ બેડામાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વિરમગામમાં PSI તરીકે ફરજ બજાવનાર કલ્પેશ કલાલને સવારના સમયે હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબો દ્વારા અતેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પીએસઆઈ કલ્પેશ કલાલ ના  પરિવારજનોમાં અને પોલીસ બેડામાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

હાર્ટએટેકને લઈને નિષ્ણાતોનું નિવેદન

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણી વખત યુવાનો અચાનક જિમમાં જોડાય છે અને ભારે કસરતો કરવા લાગે છે, જેના કારણે તેમના શરીરમાં મોટા ફેરફારો થાય છે. તો બીજી તરફ શારીરિક પ્રવૃત્તિનો અભાવ, સ્થૂળતા, આલ્કોહોલ, ધૂમ્રપાનની આદત, જંક ફૂડ અને હાઈ બીપી-સુગર પણ હૃદયની નિષ્ફળતાના મુખ્ય કારણો બને છે. હવે આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવે ત્યારે તેને કેવી રીતે સમજવું અને સમયસર જીવ બચાવવો તે ખૂબ જ જરૂરી છે.

સામાન્ય રીતે હૃદય એક મિનિટમાં 72 વખત પંપ કરે છે. અચાનક જ્યારે હ્રદયનું પમ્પિંગ બંધ થઈ જાય ત્યારે વ્યક્તિ માત્ર અઢી સેકન્ડમાં બેભાન થઈ જાય છે. CPR પછી જો 1 થી 2 મિનિટમાં હૃદયના ધબકારા પાછા આવે તો જીવ બચી જાય, નહીં તો 3-5 મિનિટમાં મૃત્યુ થઈ શકે છે. હૃદયના ખરાબ સ્વાસ્થ્યના સંકેતને સમજો અને વિલંબ કર્યા વિના હૃદયને રક્ષણ આપો.