ગુજરાતની મુલાકાતે વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવેલા છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધી દ્વારા ભાજપ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધી દ્વારા અયોધ્યામાં ભાજપની હાર વિશે કહેતા જણાવવામાં આવ્યું હતું કે, અયોધ્યા થી જીતેલા અમારા સાંસદ દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે, છ મહિના પહેલા મને ખબર પડી હતી કે, હું અયોધ્યાથી લડવાનો છું. ત્યાર બાદ જાણ થઈ કે હું, અહી થી જીતી પણ મેળવી લઈશ. હું અયોધ્યામાં લોકો સાથે વાત કરતો હતો, તે સમયે તેઓ એક જ વાત કરતા રહેતા હતા કે, અયોધ્યામાં મંદિર બનાવવા માટે લોકો પાસેથી જમીન લેવામાં આવી હતી. લોકોની દુકાન અને ઘર તોડવામાં આવ્યા હતા. જ્યારે આજ સુધી આ લોકોને વળતર પણ પ્રાપ્ત થયું નથી. અયોધ્યાના ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ખેડૂતોની જમીન પણ ગઈ તેનું પણ વળતર આપવામાં આવ્યું નથી. અયોધ્યાની જનતામાં ભારે આક્રોશ રહેલો છે. રામ મંદિરના ઈનોગ્રેશનમાં અયોધ્યાની એક પણ વ્યક્તિ નહોતી. જે ચળવળ અડવાણીજી દ્વારા ચાલુ કરવામાં આવી હતી, અયોધ્યા તેનું સેન્ટર રહેલું હતું, આ ચળવળને ઈન્ડિયા ગઠબંધન દ્વારા હરાવવામાં આવ્યું છે. કોંગ્રેસ ના કાર્યકર્તાઓ એ બબ્બર શેરની જેમ અમારી સાથે ત્યાં રહેલા હતા.
આ સિવાય વારાણસીમાં મોદી ની જીત પર રાહુલ ગાંધી દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ વખત સર્વે કરવામાં આવ્યો હતો મોદી વારાણસીથી નહી પરંતુ અયોધ્યામાં લડવા ઇચ્છતા હતા, પરંતુ સર્વેયર દ્વારા મોદીને અયોધ્યા લડવાની ના પાડવામાં આવી હતી. અહીં તેમની હાર નિશ્ચિત હોવાથી લડવાની ના પાડી માટે તે વારાણસીથી ચુંટણી લડ્યા હતા. તેઓ રાજકીય જીવ બચાવીને અયોધ્યા ગયા હતા. જો અયોધ્યાથી લડ્યા હોત તો તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોત. કોંગ્રેસ ની આત્મા ગુજરાતમાં લડીને ગુજરાતમાં ભાજપને હરાવશે. કોંગ્રેસના બબ્બર શેર ટાઇગર કાર્યકર્તા અને નેતાઓ દ્વારા ભાજપ ને હરાવશે. ચૂંટણી પહેલાં કોઇએ દ્વારા વિચારવામાં આવ્યું હતું કે, અયોધ્યામાં ભાજપને હાર મળશે? જેમ અયોધ્યામાં હાર્યા એમ ગુજરાતમાં પણ તેઓને હાર મળશે. જો ગુજરાતની જનતા ડર્યા વગર અડી ગઇ તો ભાજપ હારશે. કોંગ્રેસ પાર્ટીમાં દિલથી વાત કરાઈ છે. અહીં સામાન્ય કાર્યકર્તા પણ મારી ભુલ વિશે મને જણાવી શકે છે.
તેની સાથે વધુમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે, તેમના દ્વારા અમારી ઓફિસ પર આક્રમણ કરવામાં આવ્યું છે. અમારી ઓફિસ તોડીને ધમકાવીને અમને ચેલેન્જ આપવામાં આવી છે. હવે અમે તેમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યા છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપને અમે હરાવીશું.