રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે કેમકે શિયાળો, ઉનાળો અને ચોમાસું જોવા મળી રહ્યું છે. તેના લીધે લોકો હાલ ત્રણે ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. પરંતુ તેની સાથે અમદાવાદમાં ગરમીનો પારો યથાવત રહેશે. આ સિવાય ગુજરાતમાં ફરી હીટવેવ સાથે માવઠાની આગાહી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ સિવાય ખેડૂતોને એલર્ટ મોડ પર રહેવાનું કહેવામાં આવ્યું છે.
હવામાન વિભાગ આગાહી કરે છે કે, રાત્રીના કચ્છ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, નર્મદા, ડાંગમાં કમોસમી વરસાદની વરસશે. હાલ રાજ્યના આ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઝડપી પવન પણ ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે. જ્યારે બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અનેક જિલ્લામાં આકારી ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં આ જિલ્લાઓમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા રહેલી નથી. આ શહેરોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ મુજબ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: અક્ષય તૃતીયા બાદ આ 7 રાશિઓનું ભાગ્ય બદલાશે, ધંધામાં પણ થશે જોરદાર લાભ
તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં હાલમાં ગરમીએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજયમાં ગરમી પારો ૪૦ ડીગ્રીને પાર ચાલ્યો ગયો હતો. એવામાં હવે એક તરફ કમોસમી વરસાદ અને ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: વલસાડ જિલ્લાનો આ પ્રગતિશીલ ખેડૂત ઓર્ગેનિક ફાર્મિંગથી કમાય મબલખ નફો
આ પણ વાંચો: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની લેટેસ્ટ તસવીરો સામે આવી