GujaratAhmedabad

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, છેલ્લા 24 કલાકમાં 244 તાલુકાઓમાં વરસ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે રાજ્યમાં આજથી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર હવામાન વિભાગે કર્યું છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. એવામાં હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં, દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના લીધે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ દ્વારા 27 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત અને છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને એલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 28 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના લીધે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના યેલો એલર્ટ જાહેર કર્યું છે.