GujaratRajkotSaurashtra

રાજકોટવાસીઓ મકાન ભાડે આપતા પહેલા આ સમાચાર જરૂર વાંચો નહીંતર પસ્તાવાનો વારો આવી શકે છે…..

રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપતા તંત્ર દ્વારા સખ્ત પગલાં ભરવામાં આવી રહ્યા છે. સોની કારીગરો તરીકે કામ કરી રહેલા આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા કડકાઈ રાખવા આવી રહી છે. પોલીસને જાણ કર્યા વગર મકાન ભારે આપવામાં આવ્યું હોય તેવા મકાન માલિક સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલામાં ગઈકાલના એક જ દિવસમાં પોલીસ દ્વારા ૩૦ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

તેની સાથે મકાન ભાડે આપતા સમયે પોલીસને જાણ કરવી ફરજીયાત છે. મકાન ભાડે કોને આપવામાં આવ્યું તે વ્યક્તિના જરૂરી ડોક્યુમેન્ટ સહિતના પુરાવાઓ પોલીસને દેખાડવાના હોય છે. એવામાં ગઈ કાલના  તપાસ દરમિયાન સૌથી વધુ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 14 લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઠ લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ સોની બજાર સહિત અનેક વિસ્તારોમાં પોલીસની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

રાજકોટના પોલીસ કમિશનર દ્વારા આતંકવાદીઓની ધરપકડ બાદ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સોની બજાર સહિત તમામ દુકાનો તેમજ ઔધોગિક એકમોમાં કામ કરનાર લોકોની નોંધણી ફરજિયાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેના સિવાય રાજકોટમાં ભાડે રહેનાર લોકો અને કારખાનાઓ માટે પણ ગુજરાત સરકારના પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરાઈ છે. તમામ ઉદ્યોગ અને દુકાનમાલિકોને પોતાને ત્યાં કામ કરનાર કર્મચારીઓના દસ્તાવેજ સહિતની નોંધણી ગુજરાત સરકારના પોર્ટલ પર કરવી પડશે. તેની સાથે નકલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ફરજીયાત રહેશે.

તમને જણાવી દઈએ કે, રાજકોટમાં જે સોની બજારમાંથી આતંકીઓને પકડવામાં આવ્યા હતા ત્યાં હાલમાં 60 થી 70 હજાર બંગાળી સોનીકામના કારીગરો કામ કરે છે. ત્યારે આ તમામ લોકોનો રેકોર્ડ અને ઓળખપત્રોની નોંધણી માટે પોલીસ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે જાહેરનામો ઉલ્લંઘન કરવા બદલ જે તે મકાન, દુકાન કે એકમના માલિક વિરુદ્ધ કલમ 188 હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.