GujaratMadhya Gujarat

અમરનાથ યાત્રાએ ગયેલ વધુ એક ગુજરાતીને લઈને સામે આવી દુઃખદ ઘટના, પહેલગામમાં હાર્ટએટેક આવતા કરૂણ મોત

ભારે વરસાદન લીધે અમરનાથ યાત્રા જોખમી બની છે. કેમકે ભારે વરસાદના લીધે અમરનાથ યાત્રા અધવચ્ચે અટકાવી દેવામાં આવી છે. તેના લીધે અનેક ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો  છે. જ્યારે આ ગુજરાતીઓ માટે જોખમી બની છે. આ વર્ષે આ યાત્ર દરમિયાન ચોથા ગુજરાતીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. અમરનાથ યાત્રા દરમિયાન વડોદરાના 35 વર્ષીય ગણેશ કદમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગયા શનિવારના ગણેશ કદમ વડોદરાથી મિત્રો સાથે અમરનાથ જવા માટે નીકળ્યો હતો. ગણેશ કદમને યાત્રા શરૂ કર્યાના બે દિવસમાં ત્રણ વખત હાર્ટ એટેક આવી ગયો હતો. ત્યાર બાદ તેને પહેલગામમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ હવે સામાચાર સામે આવ્યા છે કે, આ દરમિયાન ગણેશ કદમ મૃત્યુ નીપજ્યું છે. ગણેશ કદમના અવસાનથી તેમના પત્ની અને ટ્વીન્સ બાળકો નિરાધાર બની ગયા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આજે સાંજ સુધી ગણેશ કદમનું મૃતદેહ વડોદરા લવાશે.

નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજા ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યું નીપજ્યું છે. ગત 9 જુલાઇના રોજ વડોદરાના વેમાલી ગામના રાજેન્દ્ર ભાટીયાનું ખૂબ જ ઠંડી અને ઓક્સિજન ઘટી જવાના લીધે મૃત્યું નીપજ્યું હતું. જ્યારે 13 જુલાઇના રોજ ભાવનગરના સિદસર ગામના અમરનાથ યાત્રી શિલ્પાબેન નરેશભાઈ ડાંખરાનુ રસ્તામાં લોવર વેલી ખાતે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગઈકાલના સુરત જિલ્લાના કામરેજના વતની અને અમેરિકા સ્થાયી થયેલા ઉર્મિલાબેન મોદીનું કરૂણ મોત નિપજ્યુ હતું. ઊર્મિલાબેનનું માથામાં પથ્થર પડતાં મૃત્યુ થયું હતું.