મહેસાણા થી સામે આવી દુઃખદ ઘટના : સાયકલ ચલાવતી ચાર વર્ષીય બાળકીને કાર ચાલકે કચડી આપ્યું કમકમાટીભર્યુ મૃત્યુ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. એવામાં આજે મહેસાણાથી આવી જ બાબત સામે આવી છે. જેને જાણીને તમે હચમચી જશો.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણામાં સ્પર્શ વિલા સોસાયટી માંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક કાર ચાલક દ્વારા સોસાયટી માં ચાર વર્ષની બાળકીને કચડી નાખી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેના વિડીયો પણ સામે આવ્યા છે.
તેની સાથે સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, એક ચાર વર્ષની બાળકી સોસાયટીની અંદર એકલી સાયકલ ચલાવતી જોવા મળી હતી. એવામાં સોસાયટી ના વળાંક પાસે એક કાર આવી પહોંચી હતી. તેના લીધે બાળકી ભયભીત થઈ ગઈ અને સાઈકલ સાથે નીચે પડી ગઈ હતી. એવામાં કાર ચાલક દ્વારા બાળકી ને જોઈ તો પણ બાળકી પર કાર ચડાવી દેવામાં આવી હતી.
જ્યારે કાર નીચે આવી જ માસૂમનું કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. બાળકી નું ઘટનાસ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે મૃતક બાળકીની ઉમર ચાર વર્ષ રહેલી હતી અને તેનું નામ દિશા પટેલ હોવાનું સામે આવ્યું છે. બાળકીના મૃત્યુથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.