AhmedabadGujarat

મહાઠગ સંજય રાયે ખોટી રીતે યોજનાનો લાભ લઈને 2 કરોડ રૂપિયાની સબસીડી મેળવી

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ STFએ રાજકીય વગ ધરાવના સંજય શેરપુરિયાની ધરપકડ કરી હતી. સંજય શેરપૂરીયા રાજકીય નેતાઓ સાથેના ફોટો બતાવીને મોટા કૌભાંડ કરતો હતો. ત્યારે તપાસ દરમિયાન સંજય રાયના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યાં છે. તાજી માહિતી અનુસાર, પશુપાલન યોજના હેઠળ સંજય રાયે બે કરોડ રૂપિયાની સબસિડી મેળવી છે. તેણે પશુપાલન યોજનાનો લાભ લેવા 5.85 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મૂક્યો હતો. આ સિવાય તે અનેક નેતાઓને સત્ય મળતો હતો. તે

પ્રાપ્ત માહિતી આ અનુસાર, સંજય રાયે પોતે ઉદ્યોગપતિ છે તેવું જણાવીને યુથ રુરલ આંતરપ્રિન્યોર ફાઉન્ડેશનના નામે તેણે કેન્દ્રીય પશુપાલન વિભાગ સામે 5.85 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મૂક્યો હતો. અને આ પ્રોજેકટમાં તેને 2 કરોડ રૂપિયાની સબસીડી પણ આપવામાં આવી હતી. અને ચોંકાવનારી બાબત તો એ છે કે, પશુપાલન વિભાગનો કોઈ પણ અનુભવ ન હોવા છતાં પણ સંજય રાયના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: ડોક્ટરે શેર કરી દારૂ પીનાર દર્દીની છેલ્લા શ્વાસ સુધીની કહાની, વાંચીને લોકોના દિલ થરથર થરથર કંપી ઉઠ્યા

નોંધનીય છે કે, સંજય રાયને કોઈ પણ અનુભવ વગર જ પ્રોજેક્ટ મંજુર કરી દેવા પર પશુપાલન વિભાગ મૌન ધારણ કરીને બેઠું છે. કિરણ પટેલની જેમ જ સંજય રાયે પણ ભાજપના મોટા નેતાઓ સાથે દબંધ કેળવ્યો છે. હરિયાણામાં આયોજિત રાષ્ટ્રીય ડેરી મેળામાં મુખ્ય અતિથિ તરીકે સંજય રાય હતો. જેને કારણે હાલ તો આ પ્રકરણમાં ભાજપના નેતાઓ પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. આ સિવાય સંજય રાય કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી વાસણ આહીર, કચ્છના સાસંદ વિનોદ ચાવડા સાથે પણ સતત સંપર્કમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તે આ નેતાઓ સાથેની તસવીરો સોશોયલ મીડિયામાં શેર કરતો હતો.

તમને જણાવી દઈએ કે, લખનઉથી સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરિયાની ઉત્તર પ્રદેશ STF દ્વારા ધરપકડ કરવામા આવી છે. સંજય પ્રકાશ રાય એ SBI બેંકનો ડિફોલ્ટર હોવાનું સામે આવ્યું છે. તેણે અને તેની પત્નીએ અત્યારસુધી લોકોને 350 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. સંજય પ્રકાશ પણ કિરણ પટેલની જેમ દિલ્હીના અમુક મોટા નામોની ઓળખ આપીને કેટલાય લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યો છે.

આ પણ વાંચો: ચુડવાની ગોઝારી નદીમાં 12 ખેતમજુરો ભરેલી રીક્ષા ખાબકતા ત્રણના મોત

Related Articles