સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર પુરઝડપે જતી સ્કૂલવાન પલટી, છ બાળકો ઈજાગ્રસ્ત
સુરતમાં સ્કૂલ વાને પલટી મારી ગઈ હોવાની મામલો સામે આવ્યો છે. સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર મુળદ પાટિયા પાસે સ્કૂલ વાને પલટી ખાધી હોવાની ઘટના સામે આવી હતી. વહેલી સવાર ના શાળાએ જતા સમયે ઇકો કાર પલટી ખાઈ લીધી હતી. સામેના તરફથી અન્ય સ્કૂલ વાન બસ આવતા કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો. આ ઘટના દરમિયાન ઈકો કારમાં સવાર નવ વિદ્યાર્થીઓ પૈકી છ બાળકો ને ઇજા પહોંચી હતી. સ્કૂલ વાનમાં કુલ નવ જેટલા બાળકો સવાર રહેલા હતા. કાર પલટી જવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યારે કીમ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. તેની સાથે આ મામલામાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા સખ્ત કાર્યવાહી ના આદેશ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ઓલપાડના મૂળદ ગામ પાસે આજે સવાર ના સ્કૂલ ઇકો વાન પલટી ખાઈ લીધી હતી. ત્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થિની આરાધ્યા સિંગના પિતા દ્વારા કીમ પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીના વાલી શક્તિ કુમાર તેજ કુમાર સિંગ દ્વારા વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે બંટી નામના ઇકો વાન ચાલક દ્વારા પુરઝડપે વાહન ચલાવવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્કૂલ વાન પૂરઝડપે જતી હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું છે. કીમથી બાળકો ભરી બોલાવ ગામે અન્ય વિદ્યાર્થીઓ લેવા જતા સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.
સ્કૂલ વાનના અકસ્માત બાબતમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મામલામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથે સખ્ત કાર્યવાહી કરવામા આવશે. વાલીઓ વાનના ડ્રાઇવરને ચકાસણી કરવાની જરૂરીયાત છે. ચાલકો યોગ્ય રીતે ગાડી ચલાવે છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ બાળકોને વાનમાં બેસાડવામાં આવે. વાન ચાલકો કઈ રીતે ગાડી ચલાવે છે તે બાબતમાં વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને પૂછવું જરૂરી છે.