GujaratRajkotSaurashtra

નાના ભાઈ સાથે પત્નીને સુતેલી જોતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી 

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવી જ એક ઘટના ગોંડલથી સામે આવી છે. ગોંડલ ના દેવચડી ધાર પર ઝુંપડા બાંધીને રહેનાર આદિવાસી પરિણીતાને તેના જ પતિ દ્વારા ગુપ્તાંગમાં તથા શરીરના અન્ય ભાગમાં હથિયાર વડે આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યાર બાદ પોતાના દીકરાના ગુનાને છુપાવવા માટે બપોરના પરિણીતાનું તાવ આવવાથી મોત નીપજ્યું હોવાનું કહીને તેના સાસુ-સસરા મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈને આવી ગયા હતા. આ મામલામાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ ને શંકા જતા પોલીસ ને આ મામલામાં જાણ કરવામાં આવતા પોલીસ ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરી તો મહિલાના પતિએ જે આરોપી નીકળ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આરોપી પતિ ને પકડીને આ મામલામાં વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના વતની અને છેલ્લા પંદર વર્ષથી શિવરાજગઢ દેવચડી વચ્ચે આવેલી ધાર ઉપર ઝુપડા બાંધી વસવાટ કરનાર આદીવાસી દિપક ચરણભાઇ દ્વારા પત્ની નાનાબાઈના શરીરના ગુપ્તાંગ તથા બીજા ભાગમાં હથિયાર વડે માર મારીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. ઘટના પછી બપોરના સમય દરમિયાન દિપકના પિતા ચરણભાઇ માતા મુન્નીબાઈ  તથા વાડીના માલિક રમેશભાઈ નાનાબાઇના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા.

ત્યાર બાદ મૃતદેહને મુકી વાડીના માલિક ચાલ્યા ગયા બાદ રામચરણ દ્વારા કહેવામાં આવ્યું કે, બે દિવસથી તાવ આવી રહ્યો હતો તેના લીધે મોત નીપજ્યું છે. આ દરમિયાન  નાના ભાઇનો પતિ દીપક સાથે આવ્યો નહોતો. એવામાં હોસ્પિટલમાં સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ માધડ ને શંકા જતા તેમના દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યાર બાદ પરિણીતાના મૃતદેહને પી. એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

ત્યાર બાદ આ મામલામાં રામચરણ ની ઉલટ તપાસ કરવામાં આવતા તેમના દીકરા દીપકે હત્યા કરી હોવાનું કહ્યું હતું. આ દરમિયાન પતિ દીપક પણ હોસ્પિટલમાં આવી પહોંચ્યો અને પોલીસ તેની ત્ધયાંથી જ ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી તો તેને જણાવ્યું કે, મારી પત્નીને મારા નાનાભાઈ સાથે બેથી ત્રણ વખત સુતેલી જોઈ હતી. તેના લીધે મને ગુસ્સો આવી ગયો અને મેં આ ગુનો કરી નાખ્યો હતો. મૃતક નાનાબાઇ ને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાના લીધે માતા પિતાથી અલગ ઝુપડું બાંધીને પત્ની અને બાળકો સાથે દીપક રહેતો હતો. હાલમાં આ મામલામાં આરોપી મહિલાના પતિ દીપકને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.