આ કેફેની સુવિધા જોઈને તો તમે પણ બોલી ઉઠશો કે આ CAFE છે કે OYO રૂમ?

રાજ્યમાં હાલ ઘણી જગ્યાએ કેફેની આડમાં કપલ બોક્સનો ધંધો ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે હહેરના ફતેહગંજ વિસ્તારના રોજેટ કોમ્પ્લેક્ષમાં ધમધમી રહેલા ધ ટેન્ટ કાફે પર દરોડા પાડ્યા ત્યારે કેફેની અંદર રહેલા કપલ બોક્સની સુવિધા જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. દરોડા દરમિયાન કાફેમાં અનેક યુવક અને યુવતીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેફેમાં ટેન્ટ બનાવવામાં આવ્યા હતા. જ્યાં કપલને ચા નાસ્તાની સાથે સાથે એકાંત અને પ્રાઇવેસીની સુવિધા આપવામાં આવતી હતી. દરેક કપલ બોક્સ ACની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. આસપાસના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે તેમ હોય છે. આટલું જ નહી પણ આ ટેન્ટમાં ડીમ લાઈટ પણ હતી. ટેન્ટમાં આરામથી સુઈ શકાય તે માટે સોફો કે બેડની સુવિધા પણ છે. અને કેફેમાં હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા રહે છે.
આ પણ વાંચો: અમરેલી: ડોકટર અને વીમા કંપનીના એજન્ટોએ કર્યું એવું કાંડ કે જાણીને તમે પણ ચોંકી જશો
ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસે કેફેની આડમાં કપલ બોક્સ ચલાવતા ધ ટેન્ટ કેફેમાં અચાનક દરોડા પાડને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ત્યાં કેટલાક કપલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે કેફેના મેનેજર તેમજ કેશિયર સહિત કુલ ત્રણ લોકોની અટકાયત કરી છે. અને બે માલિકો સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.