બનાસકાંઠાના આ રિક્ષા ચાલકની સેવા કરવાની રીત જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ

જેને સેવા જ કરવી હોય એને કોઈપણ મુશ્કેલી, ગરીબી કે પછી કઇ પણ નડતું હોતું નથી. આવું જ કંઈક સાબિત બાંસકાંઠા જિલ્લામાં એક રિક્ષા ચાલકે સાબિત કરી બતાવ્યું છે. બનાસકાંઠા જિલ્લાનઆ પાલનપુર ખાતેના વાસણ નામના ગામના આસિફભાઇ મીર પોતે એક રીક્ષા ચાલક છે. અને રીક્ષા ચલાવી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી છે તેમ છતાં પણ આ યુવાન છેલ્લા 2 વર્ષથી તેમની રિક્ષામાં ગર્ભવતી (પ્રસૂતા) હોય તેવી મહિલાઓને હોસ્પિટલ સુધી નિ:શુલ્ક પહોંચાડવાની અનોખી સેવા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અનેક સામાજિક સંગઠનો અને વ્યક્તિઓ સેવાકીય કાર્યો કરતા રહેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરના એક નાના ગામમાંથી આવતા રિક્ષા ચાલક પોતાની રિક્ષામાં ગર્ભવતી મહિલાઓને નિઃશુલ્ક હોસ્પિટલ પહોંચાડીને અનોખી સેવા કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 12019થી આસિફભાઇ રિક્ષા ચલાવે છે. લોકડાઉનના સમયમાં એક દિવસ એક ગર્ભવતી મહિલા હોસ્પિટલ જવા માટે તેના પરિવાર સાથે વાહનની રાહ જોઈ હેરાન થઈ રહ્યા હતા. ત્યારે તે ગર્ભવતી મહિલાને આસિફભાઇ મીરે મદદ કરી અને તેમને નિઃશુલ્ક હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. ત્યારથી જ એકાએક આશિફભાઈ મીરનું મન આ અનોખી સેવા કરવા તરફ તેમને દોરી ગયું અને તેઓ આજદિન સુધી સતત આ સેવા કરતા રહે છે.