મહેસાણામાં પીઆઈ સહિત સાત પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો?
મહેસાણા થી મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા શહેરના શોભાસણ રોડ પર સંજરી એન્કલેવ ના પાર્કિંગમાં વિદેશી દારૂના વેચાણ ની જાણકારી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ SMC પોલીસ દ્વારા આ સ્થળ પર દરોડા પાડીને વસીમ હબીબ પરમાર અને દસ્તગીર ઉર્ફે મુકીમ મુબારક બેલીમને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી તો આ દારૂનો જથ્થો કોણે વેચાણ માટે આપ્યો તેની જાણકારી પ્રાપ્ત થઈ હતી.
આ મામલામાં બી.વી. પટેલ પીઆઇ, એમ.એન.ચાવડા પીએસઆઇ કસ્બા, એન.કે. ચારણ પીએસઆઇ, જીગ્નેશ રમેશચંદ્ર એએસઆઈ, વિષ્ણુ દલસંગભાઈ પોલીસ કોન્સ્ટેબલ, નિખિલ નાગજીભાઈ પો.કોન્સ્ટેબલ અને શૈલેશ અરજણભાઈ પો. કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવ્યા રસુલનામના વ્યક્તિએ વેચાણ કરવા માટે આપ્યો હોવાનું સામે આવ્યું હતું. બન્ને આરોપીઓના જણાવ્યા મુજબ, આ વ્યક્તિના મકાનમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન રૂમની છતમાંથી વિદેશી દારૂની 1525 બોટલ સહિત બે ફોન અને એક ટુવ્હીલર જપ્ત કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ રૂપિયા 3,16000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલામાં SMC દ્વારા મહેસાણા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI અને બે PSI સહિત ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.