AhmedabadGujarat

કારખાના માલિકને હનીટ્રેપમાં ફસાવીને ભાઈ બહેને લાખો રૂપિયા ખંખેર્યા

હમણાં થોડા સમયથી હની ટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. લોકોને ખોટી રીતે ફસાવીને બાદમાં બ્લેકમેઇલ કરવાની ઘટનાઓ દેશમાં વધી રહી છે. અધિકારીઓ,કોઈ નામાંકિત વ્યક્તિ, પૈસાદાર વ્યક્તિઓને ફસાવી પૈસા પડાવવાનું તો ચાલતું જ હતું પણ હવે તો સામાન્ય માણસોને ફસાવવાના કિસ્સા પણ બનવા લાગ્યા છે. અને લોકો પોતાની ઈજ્જત અને આબરૂના કારણે આ હનીટ્રેપ કરનાર લોકોના કહ્યા અનુસાર રૂપિયા આપતા રહે છે. ક જોકે અનેક લોકો એવા છે જે આ પ્રકારની ઘટના બનતા તરત જ પોલીસ પાસે જાય છે અને કાયદાકીય રીતે આગળ વધે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બન્યો છે, જ્યાં એક યુવતી અને તેના ભાઈએ સાથે મળીને એક વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો ત્યારબાદ તે વેપારી પાસેથી 55 લાખ રૂપિયા ખંખેરી લીધા છે. લાખો રૂપિયા લૂંટી લીધા બાદ પણ સતત રૂપિયાની માંગણી કરતા વેપારીની પત્નીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વતવા પોલીસ સ્ટેશનમાં વંદનાબહેન શર્મા નામની મહિલાએ સંધ્યા રાય તેમજ તેના ભાઈ સન્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હીમાંશુભાઈ કે જે વંદનાબહેનના પતિ છે તેઓનું વટવા GIDC માં પોતાનું કારખાનું છે. પાંચ મહિના અગાઉ પતિ સંજયભાઈ ખૂબ જ પરેશાન અને મુશ્કેલીમાં હોવાનું વંદનાંબેનને જાણ થતાં જ તેમણે આ અંગે તેમના પતિ સાથે વેટ કરી હતી. ત્યારે હિમાંશુભાઈએ તેમની પત્ની વંદનાબેનને જણાવ્યું કે સંધ્યા રાય નામની એક મહિલાને વર્ષ 2015માં ચલણ બનાવવા માટે કારખાનામાં નોકરી પર રાખી હતી. સંધ્યાએ કારખાનામાં 2020 સુધી નોકરી કરી હતી. સંધ્યાએ આ સમય દરમિયાન હીમાંશુભાઈ સાથે મિત્રતા કરી હતી. અને તે બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતાં. સંધ્યા તેમજ તેનો ભાઈ સન્ની બંને અવારનવાર કારખાનામાં આવતા અને ગમે તે રીતે પગારનો ઉપાડ લઇને જતાં રહેતા હતાં. તેમના રૂપિયા ખૂબ વધી જવાના કારણે હીમાંશુભાઈએ તેમને રૂપિયા જમા કરાવવા માટે જણાવ્યું હતું.

 

પોલીસ ફરિયાદ અનુસાર, હીમાંશુભાઈએ પૈસા જમા કરાવવાનું કહેતા જ યુવતીનો ભાઈ હીમાંશુભાઈને બળાત્કારના કેસમાં ફસાવી દઇ જેલમાં પુરાવી દેવાની સતત ધમકી આપ્યા કરતો હતો. આ બંને ભાઈ બહેને હીમાંશુભાઈની જેલનો ડર બતાવીને બળવકમેઇલ કર્યા અને ટુકડે ટુકડે કરીને 55 લાખ રૂપિયા પડાવી લીધા. ૧૬ ફેબ્રુઆરીના રોજ સંધ્યાએ હિમાંશુભાઈને ફોન કર્યો અને કહ્યું કે તમે મને પૈસા કેમ આપતા નથી? તમે પૈસા આપો નહીં તો હું તમારા ઘરે આવીને તમારી સોસાયટીમાં બધાને જણાવી દઈશ અને તમને બદનામ કરીશ. ત્યારપછી સનની મે મહિના પહેલાં એકવાર વંદનાબહેનના ઘરે આવી ધમકી આપવા લાગ્યો કે તમે સંધ્યાને પૈસા આપી દો, નહિતર અમે હીમાંશુભાઈ પર બળાત્કારનો કેસ કરીને તમને બદનામ કરીશું.

 

ઉલ્લેખનીય છે કે, પૈસા પડાવવા માટે થઈને બંને ભાઈ બહેને મહિલા પોલીસ સ્ટેશનમાં હિમાંશુભાઈ વિરુદ્ધ અરજી કરી હતી. ત્યારપછી હિમાંશુભાઈને અરજી બતાવીને ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલા હિમાંશુભાઈએ આ બાબતની જાણ તેમના પત્ની વંદનાબહેનની જાણ બહાર જ બંને ભાઈ બહેનને સાડા સાત લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારપછી હીમાંશુભાઈએ એમ સમજૂતી કરાર કરવી લીધો હતો તેમ છતાં પણ આ બંને ભાઈ બહેન પૈસાની માંગણી કર્યા કરતા હતા જેથી હીમાંશુભાઈએ તેમનો ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. ત્યારે બંને ભાઈ બહેને વંદનાબહેનને ફોન કરીને ધમકી આપી કે અમને પૈસા આપી દો નહિ તો અમે તારા પતિને બદનામ કરી દઈશુ. આથી ભાઈ બહેનના ત્રાસથી કંટાળેલા વંદનાબહેને ઘરમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વાંદનાબેનને તાત્કાલિક અસરથી સારવાર અર્થે લઇ જતાં તેઓનો જીવ બચી ગયો હતો. વંદનાબહેને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ સંધ્યા અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે હાલ તો ફરિયાદના આધારે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.