GujaratAhmedabad

અમદાવાદમાં મધરાત્રીએ છ ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય બનેલી છે તેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. એવામાં અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં મધરાત્રીના ભારે વરસાદ જોવા મળ્યો છે. અમદાવાદમાં ગઈ કાલ મધરાત્રીના છ ઇંચ વરસાદ વરસ્યો છે. તેના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

તેની સાથે જણાવી દઈએ કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં ફરી એક વખત ભારે વરસાદ જોવા મળ્યો હતો. મોડી રાત્રીના લગભગ છ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આવી જ સ્થિતિ મણિનગરમાં પણ જોવા મળી હતી. ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાના લીધે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.

જ્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા તા. 26 અને 27 તારીખના વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 26 અને 27 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવ પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવેલ છે.