AhmedabadGujarat

‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને સ્કાયમેટે કરી મોટી આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. હવે તે પાકિસ્તાન તરફ નહીં પરંતુ તે ગુજરાત તરફ વળ્યું છે. તેને લઈને ગુજરાતીઓની ચિંતા વધી ગઈ છે. કેમ કે પહેલા આ વાવાઝોડું ઓમાન તરફ જવાનું હતું પરંતુ હવે તે ગુજરાત તરફ આવી રહ્યું છે.

બિપોરજોય વાવાઝોડાને લીધે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયા છે. જ્યારે આ વાવાઝોડાને લઈને સ્કાયમેટ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું છે કે, આ વાવાઝોડું ક્યારેક પૂર્વ તો ક્યારેક પશ્ચિમ તરફ ફંટાઈ રહ્યું છે. હવે વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવા લાગશે. 15 જૂનના વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરી લેશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય નલિયા અને માંડવી આજુબાજુ ટકરાઈ તેવી શક્યતા રહેલી છે.

સ્કાયમેટના જણાવ્યા મુજબ, વાવાઝોડું નલિયા તરફ ફરી શકે છે. વાવાઝોડાના નવા રૂટથી ગુજરાત પર ખતરો વધી ગયો છે. દરિયા કિનારે વાવાઝોડું પહોચશે તે સમયે પવનની ઝડપ 120 થી 140 કિમી સુધી રહેવાની છે. તેની સાથે દરિયામાં ઊંચા મોજા પણ ઉછળશે. 15 જૂનના ગુજરાતમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડાને લઈને દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના લીધે ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને ભયાનક આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષનું રહેવાનું છે. બિપોરજોય વાવાઝોડાના લીધે ગુજરાતમાં કડાકા ભડાકા, આંધી સાથે વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની અસર રાજ્યના પશ્ચિમ કાંઠા વધુ જોવા મળશે.

તેની સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે, વાવાઝોડાના લીધે પવન સાથે વરસાદ વરસી શકે છે. 12 થી 16 જૂનના મધ્ય ગુજરાતમાં અસર જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર સુધી વરસાદ વરસી શકે છે. 12 થી 16 જૂન સુધી સામાન્યથી વધુ વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ બને તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે. જ્યારે આ વવાઝોડું વધુ રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વવાઝોડાનો ઝુકાવ ગુજરાત તરફ દેખાઈ છે. ગુજરાતમાં હિટ થશે નહીં પરંતુ વાવઝોડાની અસરથી ગુજરાતનો દરિયાકિનારે જોવા મળશે. માંગરોળ, ભાવનગર, સલાયા, પોરબંદર, ઓખા, નલિયા, ગીર સોમનાથ સહિત દરિયા કાંઠા પર ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસશે.

અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બિપોરજોય વાવઝોડા ગુજરાત તરફ આવવાની શક્યતા સતત વધી ગઈ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત સુધી અસર જોવા મળશે. અમદાવાદમાં પણ વરસાદનું અનુમાન છે અને પવનની ગતિ પણ વધુ રહેવાની છે. 15 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમા વરસાદ વરસવાની શકયતા રહેલી છે.