GujaratAhmedabad

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિક્ષકોની ગેરરીતિ મામલે આપ્યું મોટું નિવેદન

રાજ્યમાં કેટલીક સ્કૂલોમાં શિક્ષકોની ગેરરિતી થતી હોવાના સતત મામલા સામે આવ્યા છે. એવામાં છેલ્લા થોડા દિવસોથી બનાસકાંઠા, ખેડા સહિતના જિલ્લામાં શિક્ષકો ગેરહાજર હોવાની ઘટના ઓ પણ સામે આવી છે. એવામાં આ બાબતમાં શિક્ષણ મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા શિક્ષકોની ગેરરીતિ બાબત માં મોટું નિવેદન આપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા શિક્ષકોને ઘરભેગા કરી એવામાં આવશે. તેની સાથે તેમની મદદ કરનાર આચાર્ય ને પણ સજા ફટકારવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, બનાસકાંઠાના દાંતા ની પાન્છા સ્કૂલમાં શિક્ષિકા આઠ મહિનાથી વિદેશ હોવાનું સામે આવ્યા બાદ હવે ખેડા જિલ્લામાં પણ શિક્ષિકા એક વર્ષથી અમેરિકા હોવાનું સામે આવ્યું છે. નડિયાદ તાલુકા ની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર છેલ્લા એક વર્ષથી વિદેશ ચાલ્યા ગયા છે.  1 સપ્ટેમ્બર 2023 થી સોનલબેન સ્કૂલમાં ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. અમેરિકા જતા પહેલા શિક્ષિકા દ્વારા શિક્ષણ વિભાગ પાસેથી NOC પણ લેવામાં આવ્યું નથી. બનાસકાંઠાના વાવ તાલુકામાં પણ ઉચપા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક બે વર્ષથી સ્કૂલમાં કોઇ પણ રીતની જાણ કર્યા વગર ગુમ થઈ ગયા હતા. તેની સાથે કપડવંજમાં પણ એક સ્કૂલમાં શિક્ષકની જગ્યાએ કોઇ સ્થાનિક દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.