વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં રામનવમીની રથયાત્રા પર હુમલો કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણકારી મુજબ, રામનવમી નિમિતે હુમલો કરનારા તમામ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, પોલીસ દ્વારા ત્રણ આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. જ્યારે મેડિકલ તપાસ કરાવ્યા બાદ આરોપીઓ દ્વારા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, વડોદરામાં રામનવમીની રથયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં તેને લઈને ચર્ચાનો માહોલ ઉભો થયો હતો. જ્યારે હવે મામલામાં તમામ આરોપીઓ સામે સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણ આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી તેમણે અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં રામનવમી રથયાત્રા દ્વારા તોફાન કરનાર આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે. તેમાંથી એક આરોપી દ્વારા હાથ પર બ્લેડ મારી દેતા લોકોની ભીડ એકત્રીત થઈ ગઈ હતી. આ કારણોસર સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપીઓને મેડિકલ તપાસ કરાવી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, આરોપીઓને અમદાવાદ, મહેસાણા અને પાલનપુર જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.